Digital Track
Streaming + Download
Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
Purchasable with gift card
Buy Digital Track
$0.50
lyrics
આરતી
પ્રત્યક્ષ ‘દાદા ભગવાન’ની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ
ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન ‘શ્રી સીમંધર સ્વામી’ને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
શ્રી સીમંધર સ્વામીની આરતી
જય સીમંધર સ્વામી, પ્રભુ તીર્થંકર વર્તમાન;
મહાવિદેહ ક્ષેત્રે વિચરતા, (૨) ભરત ઋણાનુબંધ;
જય સીમંધર સ્વામી.
દાદા ભગવાન સાક્ષીએ, પહોંચાડું નમસ્કાર, સ્વામી પહોંચાડું નમસ્કાર;
પ્રત્યક્ષ ફળ પામું હું, (૨) માધ્યમ જ્ઞાન અવતાર;
જય સીમંધર સ્વામી.
પહેલી આરતી સ્વામીની, ૐ પરમેષ્ટિ પામે, સ્વામી ૐ પરમેષ્ટિ પામે;
ઉદાસીન વૃત્તિ વહે, (૨) કારણ મોક્ષ સેવે;
જય સીમંધર સ્વામી.
બીજી આરતી સ્વામીની, પંચ પરમેષ્ટિ પામે, સ્વામી પંચ પરમેષ્ટિ પામે;
પરમહંસ પદ પામી, (૨) જ્ઞાન અજ્ઞાન લણે;
જય સીમંધર સ્વામી.
ત્રીજી આરતી સ્વામીની, ગણધર પદ પામે, સ્વામી ગણધર પદ પામે;
નિરાશ્રિત બંધન છૂટે, (૨) આશ્રિત જ્ઞાની થયે;
જય સીમંધર સ્વામી.
ચોથી આરતી સ્વામીની, તીર્થંકર ભાવિ, સ્વામી તીર્થંકર ભાવિ;
સ્વામી સત્તા દાદા કને, (૨) ભરત કલ્યાણ કરે;
જય સીમંધર સ્વામી.
પંચમી આરતી સ્વામીની, કેવળ મોક્ષ લહે, સ્વામી કેવળ મોક્ષ લહે;
પરમ જ્યોતિ ભગવંત ‘હું’, (૨) અયોગી સિદ્ધપદે;
જય સીમંધર સ્વામી.
એક સમય સ્વામી ખોળે, જે માથું ઢાળી નમશે, સ્વામી જે માથું ઢાળી નમશે;
અનન્ય શરણું સ્વીકારી, (૨) મુક્તિપદને વરે;
જય સીમંધર સ્વામી.
એક સમય સ્વામી ખોળે, જે માથું ઢાળી નમશે, સ્વામી જે માથું ઢાળી નમશે;
અનન્ય શરણું સ્વીકારી, (૨) મુક્તિપદને વરે;
જય સીમંધર સ્વામી. (૩)
અહો સ્વામી સીમંધર
અહો સ્વામી સીમંધર અરીહંત જીનેશ્વર;
વર્તમાને ઉપકારી, અચર સચર દેરાસર;
અહો સ્વામી સીમંધર અરીહંત જીનેશ્વર;
વર્તમાને ઉપકારી, અર્ચ સર્ચ દેરાસર;
અહો સ્વામી સીમંધર અરીહંત જીનેશ્વર;
વર્તમાને ઉપકારી, અર્ચ સર્ચ દેરાસર;
અહો દાદા ભગવાન
અહો દાદા ભગવાન , ચૌદ લોકના છો નાથ;
અક્રમ વિજ્ઞાની સીમંધરી એજન્સી;
અહો દાદા ભગવાન , ચૌદ લોકના છો નાથ;
અક્રમ વિજ્ઞાની સીમંધરી એજન્સી;
અહો દાદા ભગવાન , ચૌદ લોકના છો નાથ;
અક્રમ વિજ્ઞાની સીમંધરી એજન્સી.
ભરતક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી ‘દાદા ભગવાન’ને
નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
‘દાદા’ આરતી
જય ‘દાદા ભગવાન’, ‘દાદા’ સંગમેશ્વર ભગવાન;
આરતી કરી જીવ ટાળે, (૨) રૌદ્ર, આર્ત, અપધ્યાન;
જય 'દાદા ભગવાન'.
પ્રગટ દીવો ‘આ’ ‘દાદા’ કેરો, જગ પ્રકાશમાન કરે, દાદા જગ પ્રકાશમાન કરે;
જગકલ્યાણે પ્રગટ્યા (૨) ‘અક્રમ’ જ્ઞાન અવતાર;
જય 'દાદા ભગવાન'.
પહેલી આરતી ‘દાદા’ની, ત્રિવિધ તાપ ટાળે, દાદા ત્રિવિધ તાપ ટાળે;
સર્વ અવસ્થા સમાધિ, (૨) શુદ્ધાત્મા જ્યોત જલે;
જય 'દાદા ભગવાન'.
બીજી આરતી ‘દાદા’ની, કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે;
પોષાય-ના પોષાય જગે, (૨) ક્રિયામાં અકર્તા;
જય 'દાદા ભગવાન'.
ત્રીજી આરતી ‘દાદા’ની, કેવળજ્ઞાન પામે, દાદા કેવળજ્ઞાન પામે;
સ્વસંવેદન શક્તિ, (૨) બ્રહ્માંડ પ્રકાશે સ્વયં;
જય 'દાદા ભગવાન'.
ચોથી આરતી ‘દાદા’ની, અદીઠ તપ કરે, દાદા અદીઠ તપ કરે;
જ્ઞાન-અજ્ઞાન ભિન્ન ભેદી, (૨) સ્વ-ચારિત્ર લહે;
જય 'દાદા ભગવાન'.
પંચમી આરતી ‘દાદા’ની, કલ્યાણભાવ ભાવે, દાદા કલ્યાણભાવ ભાવે;
તીર્થંકર પદ પામી, (૨) જગ કલ્યાણ કરે;
જય 'દાદા ભગવાન'.
‘દાદા’ આરતી કેવળ, જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે;
એક કૃપા અમીદૃષ્ટિ, (૨) તરણ તારણ તારે.
જય 'દાદા ભગવાન'. (૩)
પ્રગટ ‘દાદા’ સ્તુતિ
જ્ઞાનાંજન હે પરમાનંદમ્, હે ‘દાદા’ જય સત-ચિત્-આનંદ;
નિરંજન સિદ્ધ અરિહંતાણમ્, હે ‘દાદા’ તે મૂળથી ચરમસ્પંદ;
મુખ મુદ્રા મનહર જનવલ્લભ, મુરલી મનોહર જ્ઞાન સુધામૃત;
બાહ્યાંતર નિર્ગ્રંથિ સમરસ, દશા અહો ! વીતરાગ અનુપમ;
આત્માનંદી પુષ્ટિ વચનબળ, નિષ્કામી કરુણામય પલ-પલ;
પ્રગટ દીવો ‘આ’ જ્યોતિ ઝળહળ,
જગ આખાનું ટાળો દળદર. (૨)
નિર્ભેદી ‘આ’ અબુધ પડછંદ, અનંત ગુણ ‘જય સચ્ચિદાનંદ’;
કરુણા સાગર હે પરમાતમ્, મોક્ષ સંબંધી શાશ્વત શરણમ્;
શરીર છતાંય અશરીરી ભાવે;(૨)
વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું; (૨)
‘દાદા ભગવાન’ને નમસ્કાર કરું છું. (૨)
રાજીપો
સર્વ દેવ લોકનો રાજીપો જ્ઞાની પદ;
તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર;
કોઈ પણ મહાત્મા ને ઉપસર્ગ;
કોઈ પણ મહાત્મા ને પરિષહ આવે ત્યારે;
દાદાજી ધરે છે બેઉ હાથું;
મોકલે છે લશ્કર આખું;
'મોક્ષ દાન' સાથે 'અભયદાન' ખાસ્સું;
હૃદય કમળ માં દાદાજી સ્થાપું;
મૂર્તા મૂર્ત મોક્ષ ની જ્ઞાન ભક્તિ પ્રાથુ;
'દાદા' 'દાદા' બોલતા ન થાકું; (૩)
'દાદા' 'દાદા' 'દાદા' બોલતા ન થાકું;
'દાદા' 'દાદા' બોલતા ન થાકું. (૪)
credits
from
Aarti ,
track released January 1, 2015
license
all rights reserved