Amar Ambalal na

from Swaramna​-​18 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

અમર અંબાલાલાના દાદા ભગવાનના

અમર અંબાલાલના, દાદા ભગવાનના;
વાણી-કીર્ણ અજવાળે, ચોખંડ બ્રહ્માંડના. (૨)
વ્યવહાર નિશ્ચયના, સમભાવે ઉકેલના;
ગૂઢ સૂત્ર ધ્યાનનાં, નિગૂઢ શુદ્ધાત્માના. (૨)
સમંદરની ભરતીને, કોઈ દી રોકાણ ના;
સમયની સવારી, કોઈથી બંધાય ના.(૨)
પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં;
કાદવનાં ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના. (૨)
વિરાગીને વંદના, ઊર્ધ્વગામી અર્ચના;
ચેતન ચિરંતનની એક જ ઝંખના. (૨)
‘વનરાનાં બાળકો ફૂલ ઘણાં જનમે;
ફૂલડાં ઝંખે છે જનની, એક જ લગને. (૨)
જ્ઞાનદૂધે પોષ્યાં ઘણાં બાળકો છે તમને;
વાત્સલ્યમૂર્તિ તમે, એક જ મા અમને.’ (૨)
બાળક ને માનું મિલન, હૈયાનું હેત વહન;
છલકતા દુગ્ધશુકલે, ચેતનની મહેકી મોસમ, (૨)
લખ રે ચોરાશીની, ટળી ગઈ સ્પંદના;
ચિરંતન ચેતના, સહજાત્મ સ્ફુરણા. (૨)
અમર અંબાલાલના, દાદા ભગવાનના;
વાણી-કીર્ણ અજવાળે, ચોખંડ બ્રહ્માંડના. (૨)

credits

from Swaramna​-​18, track released January 1, 2017

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: