Ambama Aarti

from Aarti by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

અંબા મા આરતી

જય જગદંબે મા, ૐ જય અંબે માતા;
આરતી તારી ઉતારી, (૨) શક્તિ સાધુ સદા;
ૐ જય અંબે માતા.

આદ્યશક્તિ સ્વરૂપ છે તું, પ્રાકૃતિક દેવી, મા પ્રાકૃતિક દેવી;
સહજ પ્રકૃતિ થાતી, (૨) ભજના તુજ કરતાં;
ૐ જય અંબે માતા.

મૃદુતા ઋજુતા પામે, હૃદયસ્પર્શી ભાષા, મા હૃદયસ્પર્શી ભાષા;
ત્રિયોગે અહિંસક થઈ, (૨) સુખ-શાંતિ દેતાં;
ૐ જય અંબે માતા.

નેમિનાથના શાસન દેવી, સર્વ ધર્મે માન્યા, મા સર્વ ધર્મે માન્યા;
મોક્ષગામીના વિઘ્નો, (૨) સહેજે દૂર કરતાં;
ૐ જય અંબે માતા.

પુરુષ અને પ્રકૃતિના ભેદો, જ્ઞાની થકી ભેદાય, મા દાદા થકી ભેદાય;
ભેદ પછીની ભક્તિથી, (૨) પ્રકૃતિ છેદાય;
ૐ જય અંબે માતા.

તારા રૂપમાં ભાળું, દુર્ગા-કાલી મહા, મા દુર્ગા કાલી મહા;
બહુચર ખોડીયાર માને, (૨) પાંચાંગુલી-પદ્મા;
ૐ જય અંબે માતા.

દિલથી તારી આરતી, જે કોઈ ગાશે, મા જે કોઈ ગાશે;
અભ્યુદય ફળ પામી, (૨) આનુષંગિક વરશે;
ૐ જય અંબે માતા;
દિલથી તારી આરતી, જે કોઈ ગાશે, મા જે કોઈ ગાશે;
અભ્યુદય ફળ પામી, (૨) આનુષંગિક વરશે;
ૐ જય અંબે માતા.

credits

from Aarti, track released January 1, 2015

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: