Ananta nu Bandha nu

from Swaramna​-​11 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

અનંતાનું બંધનનો

અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો (૨)
ફરીથી ઝીણવટથી જોઇ, નીકાલીનો નીકાલ થયો,...... અનંતાનું બંધનનો
એક ભવનુ વ્યવસ્થિત આ, ફરી ફરી તાલ બાજે નહીં...
માટે પ્રમાદ તજી દઇને, પરમ પુરુષાર્થ શરૂ કરી દે...
અહંમથી ચેતી, અહંમને મૂકી, અહમ કોઇનો દુભાય નહીં..... અનંતાનું બંધનનો
જે ‘તે’ જાણ્યું ને અનુભવીયું’.. તે શબ્દોમાં સમાય નહીં...
ભેદ વિજ્ઞાનીનો આ ભેદ સહજ સમાધિ વતાર્વે,
રિયલમાં રહી, રિલેટીવ જો, રિલેટીવથી અલીપ્ત થયો ...... અનંતાનું બંધનનો
વહી ગયો તે સમયનો સાર, તારી મહીં અકબંધ છે
અનંત દર્શનનું વર્ણન, શ્રી વીતરાગે કરેલું છે,
કર્યુ ‘તે’ શું, બન્યું તે શું, આ દર્શનથી જોઇને જો....... અનંતાનું બંધનનો
જે ઇચ્છા ઉભી થઇ સામે, તેનું પ્રત્યાખ્યાન બાકી,
જે સ્મૃતિ સામે આવી ઉભી, તેનું પ્રતિક્રમણ બાકી,
અંતરથૂ છુટતો મોહી, આજ્ઞાકીત શિષ્ય ‘આ’ જ ખરો....... અનંતાનું બંધનનો
સવાલોના સમાધાની, તે જ્ઞાની પૂર્ણ જ પ્રત્યક્ષ,
બીજું કઇ શોધમાં ભાઇ, કાઢી લે કામ તારું અહીં...
મનુષ્ય ભવનો આ સાર, ફરી ફરી ક્યાયે મળશે નહીં....... અનંતાનું બંધનનો

credits

from Swaramna​-​11, track released January 1, 2016

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: