Dada Divo 1

from Aarti by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

દાદા દીવો ૧

‘મૂળ’ દીવાથી પ્રગટો દીપકમાળ;
‘સ્વરૂપ’ પ્રકાશિત ‘દાદા’નો દરબાર;

પહેલો દીવો ‘દૃષ્ટિ’ ‘વ્યવહાર’;
સર્વાતમ જગ રૂપીને કરમાળ;
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ

બીજો દીવો ‘નિશ્ચય’ વરમાળ;
‘દિવ્યચક્ષુ’થી ‘શુદ્ધ’ને નમસ્કાર;
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ

ત્રીજો દીવો ‘વ્યવસ્થિત’ ઘટમાળ;
અકર્તા ગાય, સૂણે સ્વ-ભજન માળ;
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ

ચોથો દીવો ‘સમભાવે નિકાલ’;
નીરાગી વીતરાગે, કરુણા ધાર;
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ

પંચમ દીવો ‘શુદ્ધાત્મા’ સાધાર;
શુદ્ધ ખાતાવહી, નિર્ભેદ વેપાર;
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ

‘આ’ મૂર્તામૂર્ત પ્રગટ છે અવતાર;
‘પંચ’ પરમેષ્ટિ સુચરણે સાક્ષાત્કાર;
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ

‘દાદા’નો દીવો ‘દાદા’નો દરબાર;
‘ઝવેર’ ‘મૂળ’ ‘હીરા’ ‘આ’ ઝાકઝમાળ;
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ;
સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર.

credits

from Aarti, track released January 1, 2015

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: