Digital Track
Streaming + Download
Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
Purchasable with gift card
Buy Digital Track
$0.50
lyrics
ઘણું જીવો ઘણું જીવો નીરુમા
ઘણું જીવો, ઘણું જીવો, નિરૂમા માવડી ઘણું જીવો (૨)
અમૂલ્ય અવસર આજે ઘણો, મુક્તિ મહોત્સવ ‘નિરૂમા’ તણો,
ઉજવીએ સહુ અનુરાગી, અક્રમ-વિરડી આ વીતરાગી.
ભક્તિવંદન, ભક્તિવંદન, અમારાં લાખો ભક્તિવંદન. ઘણું....
ઘન્ય ધરા આ ભારત ભોમ, અવતર્યા જ્યાં મોક્ષના ધામ,
સીમંધર સીટી’માં ઉમટ્યા પૂર, લાખો મહાત્માઓ દર્શનાતુર
ઝળહળો, ઝળહળો, દાદાઈ દીવડો ઝળહળો. ઘણું....
જગત કલ્યાણ ધારીણી, પ્રત્યક્ષ તરણ તારીણી,
દાદાકૃપા તણી સરવાણી, ભેટ્યા તેના ભવ-તારીણી,
જય ગાઓ, જય ગાઓ, આપ્ત-માતાનો જય ગાઓ. ઘણું....
માતા પદ્માવતી સહાય કરો, મોક્ષગામીનાં સહું વિધ્નો હરો,
સીમંધર સ્વામી અરજ સુણો, સ્વામી સીમંધર અરજ સુણો,
મહાવિદેહી આશિષ વરસો.
વરસી રહો, વરસી રહો, દૈવી કૃપા સહું વરસી રહો. ઘણું....
દાદાઈ જ્ઞાન જગે પહોંચાડીશું, અક્રમ ઝંડો જગે લહેરાવીશું,
જગમાં ખૂણે ખૂણે વર્તે આણ, અક્રમ મોક્ષની કરશું લહાણ,
કલ્યાણ હો-કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો (૨) ઘણું....
વાત્સલ્ય અમ પર વરસાવજો, શુદ્ધ પ્રેમ ધારાએ નવડાવજો,
તમ સંગે મોક્ષે કરવા પ્રયાણ, સહું મહાત્માઓના કોટિ પ્રણામ.
અમ્મર રહો, અમ્મર રહો, અક્રમ સાંધો અમ્મર રહો.(૨) ઘણું....
ભક્તિવંદન, ભક્તિવંદન, અમારાં લાખો ભક્તિવંદન.
ઝળહળો, ઝળહળો, દાદાઈ દીવડો ઝળહળો.
જય ગાઓ, જય ગાઓ, આપ્ત-માતાનો જય ગાઓ.
વરસી રહો, વરસી રહો, દૈવી કૃપા સહું વરસી રહો.
કલ્યાણ હો-કલ્યાણ હો આખાયે વિશ્વનું કલ્યાણ હો (૨)
અમ્મર રહો, અમ્મર રહો, અક્રમ સાંધો અમ્મર રહો.(૨)
credits
license
all rights reserved