He Rang Lagyo Mane Rang

from Swaramna​-​22 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

રંગ લાગ્યો મને, રંગ લાગ્યો...

હે રંગ લાગ્યો મને, રંગ લાગ્યો
હે દાદા ભગવાનનો રંગ લાગ્યો
હે મને, દાદાના નામનો રંગ લાગ્યો.
કહ્યું કહેવાય નહીં, સહ્યું સહેવાય નહીં, (૨)
દાદાના નામનો રંગ લાગ્યો.... રંગ લાગ્યો....
જ્યાં જોઉં ત્યાં તુજ રૂપો દેખાય છે,
સમણામાં માંહ્યલો જાગતો જણાય છે,
દિવ્ય દિવ્ય દિવ્ય મારા લોચનિયા થાય...
મને, દાદાના નામનો રંગ લાગ્યો રંગ લાગ્યો....

તારી કિરપા રાતદાડો વર્તાય છે,
હલેસા બિન દરિયો તુજથી તરાય છે,
હે મારા નાવના ખેવૈયા, કિનારો દેખાય...
મને, દાદાના નામનો રંગ લાગ્યો રંગ લાગ્યો....
તારો રંગાયો, ના દૂજો ચઢે રંગ,
તારા જ રંગે, આજ બન્યો હું અસંગ,
મહેર અસંગની, કેમ રે બોલાય...
મને, દાદાના નામનો રંગ લાગ્યો રંગ લાગ્યો....
અનંત ગુણલા, પણ મુજથી ગવાય નહીં,
હતું તે ચરણે ધર્યું, હવે મુજથી કંઈ થાય નહીં,
તારું નામ લેતા કંઠ મારો ગદ્ગદ્ થઈ જાય...
મને, દાદાના નામનો રંગ લાગ્યો રંગ લાગ્યો....
દિનરાત બળું છતાં રાખોડી થવાય નહીં,
કોયલો ધગધગતો, છેડો ઝલાય નહીં,
કોયડાને તારા વિના કેમ ઉકેલાય ?...
મને, દાદાના નામનો રંગ લાગ્યો રંગ લાગ્યો....

credits

from Swaramna​-​22, track released January 1, 2017

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: