જગતમાં જેનું સ્થાન છે મોટું, એ છે માતા, પિતા અને ગુરુ (૨)
સેવા એમની કરું દિલથી, માંગુ છું એ આજ પ્રભુ હું
જગતમાં જેનું સ્થાન છે....
માતા પિતાનું કહ્યું કરું હું, રાજી થાય એ, એવો બનું હું (૨)
ગુરુ આજ્ઞા મોટી સેવા છે, પાલન એનું ક્યારે ન ચૂકુ
પ્રભુ આપને કરું પ્રાર્થના, શક્તિ ભરી દ્યો બાળજીવનમાં
ગુરુભક્તિ હો એકલવ્ય સમ, સેવા કરું હું પુત્ર શ્રવણ જ્યમ
જે મા-બાપ અને ગુરુએ, સીંચ્યા અમને ખૂબ જ પ્રેમે (૨)
એમના દિલને ઠેસ ન પહોંચે, એવું જીવન અમે જીવીએ
પામું દિલના આશિષ એમના, પછી રહ્યું શું બાકી જીવનમાં
સાચી સુખ સંપત્તિ છે એમાં, કરોડો ખર્ચે, પણ જે મળે ના
સદ્બુદ્ધિ એવી પ્રભુ આપો, સેવામાં ન આવે કંટાળો (૨)
હસતે મુખે, મન ઉલ્લાસે, નિશદિન મન સેવામાં રાચો
મળી છે જ્યાં આ ત્રણની સેવા, જોવા રહું હું બીજું કશું ના
રાજી છો જ્યાં આપ પણ એમાં, પૂર્ણ થયા સૌ કામ અમારા
જગતમાં જેનું સ્થાન છે....(૨)
The latest 45 from Moon Rituals offers two slices of tranquil synthpop, with gauzy vocals, bright keys, and warm hooks. Bandcamp New & Notable Nov 30, 2020
The nine covers on this compilation—which benefits the Rio venue Audio Rebel—double as a snapshot of the current state of Brazilian indie. Bandcamp New & Notable Oct 18, 2020