Kyany na Pamyo Sukh Prabhu

from Swaramna​-​24 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

દુન્યવી સંબંધે સુખ ખોળતા

દુન્યવી સંબંધે સુખ ખોળતા, વ્યાકુળ હરણા કદી ના પામતા,
કસ્તુરી નાભિ મધ્યે, દેખાડનારા દુર્લભ પાકતા...

ક્યાંય ન પામ્યો સુખ ભુ ! આ નશ્વર સંબંધોમાં,
સપડાયો ભવ પર્યંત, આ દુન્યવી દુનિયાના બંધોમાં,
મુક્ત પંખી પાંખ વીંધી, હાય, છોડ્યો એકલ ગગનમાં,
ક્યાં વિસામો, ક્યાં સહારો, સપડાયેલ આંધી-તોફાનમાં... ક્યાંય ન પામ્યો...
ગંધાતા કાદવમાં સુમંગલ કમલ, કોણ ધરે દાદા ચરણ ?
જો ધરે દાદા ચરણ, તો નિશ્ચે પામે સર્વોચ્ચ બ્રહ્માંડ,
ફગાવી દે જગનો દગો, પામી જા તુજ સાચો સગો,
શુદ્ધ સંબંધ શાશ્વત ‘દાદા’, નહીં તો ભટકણ ચતુર્ પગો...ક્યાંય ન પામ્યો...
શું રહ્યું છે બાકી હજી, રાગ-દ્વેષ તરછોડમાં ?
પામ અમૃત સિંધુ બિન્દુ શીદ, મારે ફાંફા ભવ ગટરમાં ?
ક્યાં કર્તાપણું, ક્યાં ભોક્તાપણું ? જગ કોયડો છે આપ ખુદ,
વસ્તુના સંમેલન વિસર્જનથી, રચાયું નિયમે વ્યવસ્થિત... ક્યાંય ન પામ્યો...
ગહન કોયડો ઉકેલ, કલાકમાં પામ સર્વજ્ઞ દાદા કને,
ખુદને પીછાણી ખુદમાં જ સ્થિત, ખુદા દાદા કરે કલ્યાણ.

credits

from Swaramna​-​24, track released January 1, 2017

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: