Padmanabh Prabhu Aarti

from Aarti by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

શ્રી પદ્દમનાભ પ્રભુ આરતી

જય પદ્દમનાભ પ્રભુ, અહો ! તીર્થંકર ભાવિ,
સુદર્શન ભક્તિ કરી (૨), ચતુર્ગતિ અંત આવી. જય પદ્દમનાભ...
ભાવિ ચોવીશીના પ્રથમેશ, કલ્યાણ દ્વાર ખોલે, (પ્રભુ)
કરુણાનિધિ ભગવંત (૨), ભરતક્ષેત્રી તારે. જય પદ્દમનાભ....
પહેલી આરતી પ્રભુની, અજ્ઞાનદૃષ્ટિ જાયે, (પ્રભુ)
અવિનાશી પદ લહે (૨), તત્ત્વદૃષ્ટિ થયે. જય પદ્દમનાભ....
બીજી આરતી પ્રભુની, વિભાવ દશા છૂટે, (પ્રભુ)
ટળશે પરભાવો ભ્રાંતિ (૨), સ્વરૂપ ભજના થયે. જય પદ્દમનાભ....
ત્રીજી આરતી પ્રભુની, વિકલ્પી સુખો ટાળે, (પ્રભુ)
દેહાતીત દશા વર્તે (૨), ‘સ્પષ્ટવેદન’ થયે. જય પદ્દમનાભ....
ચોથી આરતી પ્રભુની, શુદ્ધ ઉપયોગ રહે, (પ્રભુ)
આવરણ સર્વે ખપતાં (૨), ‘કેવળજ્ઞાની’ થાયે. જય પદ્દમનાભ....
પંચમી આરતી પ્રભુની, કરુણા ધારા વહે, (પ્રભુ)
‘દાદા’ પરમ નિમિત્તથી (૨), પહોંચ્યા પ્રભુ શરણે. જય પદ્દમનાભ....
વીતરાગ પ્રભુના શરણે, જે કોઈ જીવ જશે, (પ્રભુ)
કૃપા-કારુણ્ય પામી (૨), સિદ્ધક્ષેત્રે જશે. જય પદ્દમનાભ....

credits

from Aarti, track released January 1, 2015

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: