Padmavatima Aarti

from Aarti by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

પદ્દમાવતી માતાજીની આરતી

જય પદ્દમાવતી મા, ૐ જય મા, પદ્દમાવતી;
આરતી કરી જીવ પામે; (૨) કૃપા તુજ અપાર;
ૐ જય પદ્દમાવતી મા.

પાર્શ્વનાથને ભજીને, રીઝવું તમને સદા, મા રીઝવું તમને સદા;
મોક્ષમાર્ગના વિઘ્નો, (૨) દૂર કરી આપો મા;
ૐ જય પદ્દમાવતી મા.

જગકલ્યાણે સહાય કરજો, છત્ર ધરીને મા, મા છત્ર ધરીને મા;
દાદા પરમ નિમિત્તને, (૨) રક્ષજો મા સદાય.
ૐ જય પદ્દમાવતી મા.

દાદા મંદિરે પ્રગટ્યા, ચૌદ લોકના નાથ, મા ચૌદ લોકના નાથ;
અખંડ તંદુરસ્તીને, (૨) દીર્ઘ આયુષ્ય આપ;
ૐ જય પદ્દમાવતી મા.

દિલની મારી ભક્તિ સૂણજે, કંઈ ના જાણે અજાણ,મા કંઈ ના જાણે;
તારો તને સોંપ્યો, (૨) ધ્યેય સુધી તું પમાડ;
ૐ જય પદ્દમાવતી મા.

તારા ચરણે શરણે આવ્યો, અબુધ તુજ આ બાળ, મા અબુધ તુજ આ બાળ;
આંગળી ઝાલી ઉગારજો, (૨) કરજો બેડા પાર;
ૐ જય પદ્દમાવતી મા.

ખોલ કૃપા ભંડાર તારા, ધરી દે દાદા કાજ, મા ધરી દે દાદા કાજ;
એક ધ્યેયી તમે બન્ને, (૨) બનજો અમ આધાર;
ૐ જય પદ્દમાવતી મા;
ખોલ કૃપા ભંડાર તારા, ધરી દે દાદા કાજ, મા ધરી દે દાદા કાજ;
એક ધ્યેયી તમે બન્ને, (૨) બનજો અમ આધાર;
ૐ જય પદ્દમાવતી મા.

credits

from Aarti, track released January 1, 2015

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: