Raksha Karo Raksha Karo

from Swaramna​-​26 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

lyrics

રક્ષા કરો

રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, અહો ‘જ્ઞાની’ તણી રે, દશે દિશાએ,
દશા પામ, દશા પામ, દશા પામ, મહાવીર કરી જગકલ્યાણ, એ જ આશાએ,
વાળ ન વાંકો થાય તુજ, છું કોમળ સુકુમાર,
વળી જગ છે વજ્ર કઠોર, શેં સહે પાષાણી માર...

રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, અહો ‘જ્ઞાની’ તણી રે, દશે દિશાએ,

કષ્ટો સદાય કંપી ઊઠે, જ્યાં ‘જ્ઞાની’ની અમી દષ્ટિ પડે,
જળકમળવત્ થાય ‘જ્ઞાની’ મારો, જ્યાં મછરાં આવી અડે,
દાદાની, એના જ્ઞાનની, ને વળી મહાત્માની રાખજે લાજ,
જીવમાત્ર કલ્યાણની જવાબદારી, છે શીરે તુજ આજ.

રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, અહો ‘જ્ઞાની’ તણી રે, દશે દિશાએ,

તૂટે આભ કે ફાટે ધરા, તોય ન મૂકજે હેઠા હાથ,
નીરુમા તણી મંગળકામના, રહેશે સદાય તુજ સાથ,
સર્વજ્ઞ જ્ઞાની દાદા તણા, કર કમળ છે તુજ શિરે,
શું છે મજાલ કર્મો તણી, કે તને કદી હેરાન કરે.

રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, અહો ‘જ્ઞાની’ તણી રે, દશે દિશાએ,

ઝળહળાવજે તું જગ ખૂણે ખૂણે, જ્ઞાનપ્રકાશ મશાલ,
વહાવજે ઝરણું દિવ્ય પ્રેમનું, કર જીવોને ખુશહાલ,
તું બનજે દર્પણ આત્મા તણો, દાદા આશિષ તુજ સાથ (સથવારે),
માર્ગ અવળો ગ્રહ્યો (જગે), કરાવજે (તો) સવળી તું ચાલ હવે.

રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, અહો ‘જ્ઞાની’ તણી રે, દશે દિશાએ,

આજ રક્ષા બાંધે પ્રેમે, સર્વ દેવો તુજ કાજ,
બનો સરળ માર્ગ તુજ, એ જ હૃદયની અભિલાષ,
દિલની છેલ્લી એક (જ) ભાવના, બની જા ઝટ તું નિર્ગ્રંથ,
સર્વ ગ્રંથી અર્પણ કરી દઈ, ગ્રહી લે તું સિદ્ધનો પંથ.

રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, અહો ‘જ્ઞાની’ તણી રે, દશે દિશાએ,
દશા પામ, દશા પામ, દશા પામ, મહાવીર કરી જગકલ્યાણ, એ જ આશાએ,
વાળ ન વાંકો થાય તુજ, છું કોમળ સુકુમાર,
વળી જગ છે વજ્ર કઠોર, શેં સહે પાષાણી માર...

રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, અહો ‘જ્ઞાની’ તણી રે, દશે દિશાએ,

credits

from Swaramna​-​26, track released January 1, 2017

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: