Sarvaswa Amaru Arpan Chhe

from Swaramna​-​15 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

સર્વસ્વ અમારું અર્પણ છે

સર્વસ્વ અમારું અર્પણ છે,
ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં;
આધ્યાત્મિક આનંદ પરમાનંદ,
આ પરમહંસનાં સત્સંગમાં, સુચરણોમાં - સર્વસ્વ...
મન-વચન-કાયા છાયા, માયાના, ભાવ-નો-દ્રવ્ય કરમ;
સ્વીકારો ભ્રાંતિ બાળકની,
અનન્ય શરણ દ્યો ભવરણમાં. - સર્વસ્વ...
જ્ઞાનામૃતનાં મોતી ચૂગે, હંસા માન સરોવરમાં;
સત્યમ્ શિવમ્ ને સુંદરમ્ની,
આ ‘દિવ્ય-ચક્ષુ’ની જ્યોતિમાં. - સર્વસ્વ...
સૂરજનું કેવું તર્પણ છે ! ચંદાનાં શીતળ કિરણોમાં;
‘સમભાવે’ નિકાલ કરો,
ઘટમાળ ઊઠે જે અંતરમાં. - સર્વસ્વ...
રાત-દિવસ, સંધ્યા-ઉષા, કેવાં અદ્ભુત છે નિયમમાં !
ભરતી-ઓટ મન સાગરની,
‘નિશ્ચિત’ ને ‘વ્યવસ્થિત’માં. - સર્વસ્વ...
જીવન ભલે એક ‘દર્શન’ હો, પણ ‘આતમ્’ શાશ્વત દર્પણ છે;
‘વ્યવહાર’ ભલે હો કોટિ સંગ,
પણ ‘નિશ્ચય’ કેવળ ભગવન્માં. - સર્વસ્વ...
‘મૂઢ-આત્મા’નો ઉદ્ધાર કરી, જે ‘શુદ્ધાત્મા’ને જગાડે છે;
અપૂર્વ ‘અગોચર’ ને ઉલ્લસિત,
ઝળહળ જ્યોતિ તન-મનમાં. - સર્વસ્વ...
‘અક્રમ’ની અણદીઠ કેડીથી, જે મોક્ષદ્વાર ઉઘાડે છે;
પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ,
‘આપ’ જ છો મારા ‘શુદ્ધાત્મા’. - સર્વસ્વ...

credits

from Swaramna​-​15, track released January 1, 2016

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: