Shiv Aarti

from Aarti by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

શિવ આરતી

જય શિવમ્ ,જય શિવમ્ ,જય શિવમ્ દેવા;
આરતી ‘ઉતારું તારી’, તું છે મહાદેવા (૨)

સંસારી ચીજ માટે નથી શિવની ભજના;
શિવ સ્વરૂપ થવા કાજે કર તું ખેવના;
ગુહ્ય જ્ઞાન ભાષાને સમજે વિરલો અદના;
અક્રમ વિજ્ઞાનીને દિલની અર્ચના;
મરતાં સુધી તારી કરું, હે પ્રભુ ! સેવા;
આરતી ઉતારું તારી, તું છે મહાદેવા;
જય શિવમ્ ,જય શિવમ્ ,જય શિવમ્ દેવા;
આરતી ઉતારું તારી તું છે મહાદેવા.

જીવમાંથી શિવ થતાં વરે શિવનારી;
શિવોહં અંતે થતાં બને સ્વરૂપધારી;
ભ્રાંતિ ભવોભવની ત્યારે જનારી;
શિવ સ્વરૂપ પર જાઉં વારી વારી;
જ્ઞાન વિના ન મળે મુક્તિના મેવા;
આરતી ઉતારું તારી, તું છે મહાદેવા;
જય શિવમ્ ,જય શિવમ્ ,જય શિવમ્ દેવા;
આરતી ઉતારું તારી તું છે મહાદેવા.

જો તું જીવ તો કર્તા છે શ્રી હરિ;
જો તું શિવ તો વાત કરી ખરી;
કર્તાપદ છૂટે તો શિવસ્વરૂપ વર્તાય;
જ્ઞાન વિના જીવો અંધારામાં અટવાય,
દોડી જાવ જ્ઞાની પાસે આત્મજ્ઞાન લેવા;
આરતી ઉતારું તારી, તું છે મહાદેવા.
જય શિવમ્ ,જય શિવમ્ ,જય શિવમ્ દેવા;
આરતી ઉતારું તારી તું છે મહાદેવા.

શિવ-કૃષ્ણના ભેદો ધર્મમાં મિટાવી દ્યો,
અગ્યારસો વહેંચેલી એક કરાવી દ્યો;
હિન્દુ ને જૈનોના મતભેદ કઢાવી દ્યો;
ભાન ભૂલેલાંઓને જ્ઞાનમાં લાવી દ્યો.
આપ નહીં સંવારો તો હાલ થશે કેવા ?
આરતી ઉતારું તારી, તું છે મહાદેવા;
જય શિવમ્ ,જય શિવમ્ ,જય શિવમ્ દેવા;
આરતી ઉતારું તારી તું છે મહાદેવા.

કર્તા કોણ સમજે તો કાયમી ઉકેલ છે;
અકર્તા પદ થતાં પરમ પદ સહેલ છે;
શિવસ્વરૂપ એટલે જ કલ્યાણકારી;
જ્ઞાનીની કૃપા મળ્યે, શિવોહંની સવારી,
પ્રભુ પણ વશ વર્તે શિવ હોય એવા;
આરતી ઉતારું તારી, તું છે મહાદેવા;
જય શિવમ્ ,જય શિવમ્ ,જય શિવમ્ દેવા;
આરતી ઉતારું તારી તું છે મહાદેવા.

ભવોભવની ભાવના બનાવે કલ્યાણ રૂપ;
પારકાંના દુ:ખો નિવારવામાં તદ્ રૂપ;
ન મળે હાર કે મુગટ સિંહાસન;
શિવ સ્વરૂપ જમાવે સહુના હૃદયાસન,
સ્વ - પર કલ્યાણી બને સર્વે શિવા
આરતી ઉતારું તારી, તું છે મહાદેવા;
જય શિવમ્ ,જય શિવમ્ ,જય શિવમ્ દેવા;
આરતી ઉતારું તારી તું છે મહાદેવા. (૪)

credits

from Aarti, track released January 1, 2015

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: