Simandhar Swami Padharo

from Simandhar Swami Bhakti Pado by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

સીમંધર સ્વામી પધારો

સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો;(૪)
'દાદા' સાક્ષીએ સ્વકારો, વંદન હ્રદયનાં હજારો;(૨)
મોક્ષદાતા, તારણહારા;(૩)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો. (૨)

હ્રદયો ચોખ્ખાં કર્યા, ભાવો શુધ્ધ કર્યા, અશ્રુ વરસાવીયાં!
માનવ મોક્ષે વળ્યા, આતમ દીવા પ્રગટયા!
હ્રદયો ખાલી કરી, આપની વાટ જોઈ!
આનંદવિભોર કરાવો, વહેલાં આવીને તમે, (૨)
પહેલી પૂજા અમ સહુની તમને જ હો,
સહુની તમને જ હો;
અડાલજ ક્ષેત્રે પધારી, કાયમ આપ રહો; (૪)
અડાલજ ક્ષેત્રે પધારી, સૌ પર કૃપા ઉતારો;
સૌ પર કૃપા ઉતારો;
આપની આંખનો નઝારો, ભવઅંતનો કિનારો! (૨)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો; (૨)
મુક્તિ દેતા, સ્વમાં રહેતાં;(૩)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો. (૨)


અડાલજ ક્ષેત્રે મહાવિદેહ સ્થાપજો પ્રભુ,
ભક્તિમાં રાખજો પ્રભુ;
સીમંધર સીટીથી મહાવિદેહ ખેંચજો પ્રભુ;
હવે અન્ય ઈચ્છા નથી, મોક્ષની લગની લાગી;
સીમંધર સ્વામી, ચરણોમાં લેજો પ્રભુ,
ચરણોમાં લેજો પ્રભુ;
મોક્ષના ઠેકેદાર, અંત સમયે હાજર રહો,
અંત સમયે હાજર રહો;
હવે તો છું હું તમારો, કેવળ સ્વરૂપ પહાડો;(૪)
હવે તો છું હું તમારો, મોક્ષમાં એન્ટ્રી દેજો,
મોક્ષમાં એન્ટ્રી દેજો;
રાત-દિન ભક્તિ કરું, અનુસંધાનમાં રહું;(૨)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો;(૨)
તમે મારા દિલનાં પ્યારા;(૩)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો. (2)


આખા બ્રહ્માંડના છો સ્વામી પ્રભુ, તારણહાર પ્રભુ;
દ્રષ્ટિ માત્રથી મોક્ષના દાની પ્રભુ! ;
એક દ્રષ્ટિ અહીં, આજ કરી દયો પ્રભુ! ;
સહુના દિલના દ્વારા, છો આપ પ્રભુ, છો આપ પ્રભુ;
મોક્ષની બાહેંધરી, તમ ભક્તિથી થાય,
તમ ભક્તિથી થાય;
આજ દર્શન આપી, ત્વમ શરણે લેજો;(૪)
આજ દર્શન આપી, વિરહો અમારો ઠારો,
વિરહો અમારો ઠારો;
હવે છે આલમ તમારો, સંસાર ચક્રથી તારો;(૨)
સીમંધર સ્વામી પધારો, દર્શન દઈને ઉગારો;(૨)
હે વિતરાગી કેવળ જ્ઞાની;(૩)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો. (૨)


અનંતકાળથી અમે સહુ ભટકયા પ્રભુ,
ખુબ રખડયા , પ્રભુ! ;
કળિકાળમાં ચઢતાં જ લપસ્યાં પ્રભુ! ;
દાદાએ દ્રષ્ટિ ખોલી, પલમાં તાર્યા પ્રભુ! ;
અમને મળ્યું જે કંઈ. સહુને મળતો પ્રભુ,
સહુને મળતો પ્રભુ;
અનંત સુખનાં સાગર, બુંદ એક આપજો પ્રભુ,
બુંદ એક આપજો પ્રભુ;
ભરતક્ષેત્રે પધારી, સહુના કલ્યાણ કરો;(૪)
ભરતક્ષેત્રે પધારી, કળજુગી જીવોને તારો,
કળજુગી જીવોને તારો;
જયાં છે તમારો સહારો, મોક્ષનો વારો છે અમારો;(૨)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો; (2)
વર્તમાને તિર્થંકર છો;(3)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો; (2)
'દાદા' સાક્ષીએ સ્વકારો, વંદન હ્રદયનાં હજારો; (2)
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો. (4)

credits

from Simandhar Swami Bhakti Pado, track released January 1, 2008

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: