Simandhar Swami Prarthna

from Simandhar Swami Bhakti Pado by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

વર્તમાન તિર્થંકર શ્રી સીમંધર સ્વામીને પ્રાર્થના

હે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક, પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની સાક્ષીએ, આપને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરી આપનું અનન્ય શરણું સ્વીકારું છું. હે પ્રભુ! આપના ચરણ કમળમાં મને સ્થાન આપી અનંતકાળની ભયંકર ભટકામણનો અંત લાવવા કૃપા કરો. કૃપા કરો, કૃપા કરો!

હે વિશ્વવંધ્ય એવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ! આપનું સ્વરૂપ એજ મારું સ્વરૂપ છે, પણ અજ્ઞાનતાના કારણે મને મારું પરમાત્મા સ્વરૂપ સમજાતું નથી. તેથી આપના સ્વરૂપમાં જ હું મારા સ્વરૂપનાં નિરંતર દર્શન કરું, એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો!

હે પરમતારક દેવાધિદેવ, સંસાર રૂપી નાટકના આરંભકાળથી આજના દિવસની અધ્યક્ષણ પર્યંત, કોઈ પણ દેહધારી જીવાત્માના મન-વચન-કાયા પ્રત્યે જાણ્યે-અજાણ્યે જે અનંત દોષો કરયા છે, તે પ્રત્યેક દોષોને જોઈને, તેનું પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો. આ સર્વે દોષોની હું આપની પાસે ક્ષમાં પ્રાથું છું. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું. હે પ્રભુ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી આવા દોષો મારાથી ક્યારેય ના થાય એવો દ્રઢ નિર્ધાર કરું છું. આ માટે મને જાગૃતિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.

પોતાના પ્રત્યેક પાવન પગલે તીર્થ સ્થાપનાર હે તિર્થંકર શ્રી સીમંધર સ્વામી પ્રભુ! જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરાધક ભાવ મારા હ્રદયમાં સદા સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો! ભૂત, ભવિષ્યને વર્તમાન કાળનાં સર્વે જ્ઞાની ભગવંતોને મારાં નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો! હે પ્રભુ, આપ મારાં પર એવી કૃપા વરસાવો કે જેથી કરીને મને આ ભરતક્ષેત્રમાં આપના પ્રતિનિધિ સમાન જ્ઞાની પુરુષનો, સત્ પુરુષનો સત્ સમાગમ થાય અને એમનો કૃપાધિકારી બની આપના ચરણકમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું.

હે શાસન દેવ-દેવીઓ ! હે પાંચાગુલી યક્ષીણી દેવી તથા હે ચાંદ્રાયણ યક્ષ દેવ! હે શ્રી પદમાવતી દેવી! અમને શ્રી સીમંધર સ્વામીના ચરણકમળમાં સ્થાન પામવાના માર્ગમાં કોઇ વિઘ્ન ના આવે એવું અભૂતપૂર્વ રક્ષણ આપવાની કૃપા કરો અને કેવળજ્ઞાન સ્વરૂપમાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.

જય સચ્ચિદાનંદ.

credits

from Simandhar Swami Bhakti Pado, track released January 1, 2008

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: