Sthul Deh tanu

from Swaramna​-​21 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

     

lyrics

સ્થૂલ દેહ તણુ આવરણ

સ્થૂળદેહ તણુ આવરણ તૂટતા,
સૂક્ષ્મ સ્વરૂપ નીરૂમા....બમણું કરે છે કલ્યાણ

શુદ્ધજ્ઞાનતણી ગંગા વહાવી,
જ્યોતથી જ્યોત જલી....નીરૂમાઈ જગકલ્યાણી
વર્લ્ડમાં ફેલાવ્યું તે દાદાઈ અક્રમજ્ઞાન...
ઓ માડી કરીયે તને કરોડો વંદન સ્વીકાર,
દુનિયા ભરમાં ફરીને માડી તમે...
ઘર ઘર પહોંચીને....જગને ધર્યું વિજ્ઞાન સ્થૂળ દેહ.....

ગુંચવાળા લઈ આવે મુમુક્ષુ કે મહાત્મા...
સમાધાન સહુના કરે અક્રમ વીરડીઅરે,
દાદાજી બોલે છે મહીંથી...
કહી કર્તા ન ઠરે....અકર્તા પદમાં રહે સ્થૂળ દેહ.....

સપનામાં આવી જઈ સંકેતો આપી ગઈ...
અમે ગ્યા જ નથી કંઈ હાજર કાયમ અહીં,
દીલથી જ્યારે મને યાદ કરશો...
દઈશુ દર્શન મહીં....ઓહોહો કરૂણામય સ્થૂળ દેહ.....

બસ આટલી વિનતી સાંભળ અમારી માઁ...
સ્વરૂપ પ્રેમતણું આપજો આપના જેવું,
કરોડોના દિલમાં વાસ માડી તમે...
અક્રમના મલ્લિનાથ....નીરૂમાં તણો જયકાર સ્થૂળ દેહ.....

credits

from Swaramna​-​21, track released January 1, 2017

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: