Ujaviye Dada Bhagwan ni

from Swaramna​-​18 by Dada Bhagwan

/
  • Streaming + Download

    Includes unlimited streaming via the free Bandcamp app, plus high-quality download in MP3, FLAC and more.
    Purchasable with gift card

      $0.50 USD  or more

lyrics

ઉજવીએ દાદા ભગવાનની ૧૦૦મી જન્મજયંતિ

ઊજવીએ દાદા ભગવાનની સોમી જન્મજયંતી.
વધાવીએ અવસરને ઉમંગથી, મળે ઝાંખી પૂર્ણ પૂનમની.
ના ભૂતો ના ભવિષ્યતિ, આ અનુપમ પ્રેમલ મૂર્તિ. ઊજવીએ...
પચાસમે વર્ષે અપૂર્વ જ્ઞાનધારા પ્રગટી,
સિદ્ધદશાના પરમ સુખની અનુભૂતિ,
દેહ સાથે દશા દેહાતીત વર્તી,
ના ભૂતો ના ભવિષ્યતિ, આ અનુપમ પ્રેમલ મૂર્તિ. ઊજવીએ...
જ્ઞાન આપીને આત્માનો ઉઘાડ કરાવ્યો,
રક્ષણ કાજે આજ્ઞાનો આધાર આપ્યો,
વિધિ મૂકીને શક્તિનો સંચાર પૂરાવ્યો,
ના ભૂતો ના ભવિષ્યતિ, આ અનુપમ પ્રેમલ મૂર્તિ. ઊજવીએ...
આનંદ જે અનુભવાય છે અમે શું કહીએ,
સુખ મહીં જે ઉભરાય છે એને કેમ વર્ણવીએ,
હલકા ને હલકા થવાય છે એને જોઈ જ રહીએ,
ના ભૂતો ના ભવિષ્યતિ, આ અનુપમ પ્રેમલ મૂર્તિ. ઊજવીએ...
કંઈ ન કરે છતાં ચાહે સો કરે અક્રમજ્ઞાની,
તેથી તો બે જ કલાકમાં દે આત્માને જગાડી,
અહો ! અહો ! હે દાદા તમોને લાખો સલામી,
ના ભૂતો ના ભવિષ્યતિ, આ અનુપમ પ્રેમલ મૂર્તિ. ઊજવીએ...

credits

from Swaramna​-​18, track released January 1, 2017

license

all rights reserved

tags

If you like Dada Bhagwan, you may also like: